Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજ્યમાં રવિવારે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. જ્યારે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ આગામી 4 દિવસ કેવુ રહેશે હવામાન.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે રવિવારે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે આગામી 14-15 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 16 જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

Advertisement
error: Content is protected !!