Explore

Search

September 27, 2026

Contact us -7820092500

IAS Coaching

બલેઠી ગામમાં આવેલ ચેકડેમમાં ડૂબી જવાથી આધેડનું મોત

માંડવી તાલુકાનાં બલેઠી ગામમાંથી પસાર થતી ખાડી પર આવેલ ચેકડેમમાં ડૂબી જવાથી આધેડનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, બલેઠી ગામના દુકાન ફળિયામાં રહેતા રમેશભાઈ હરજીભાઈ ચૌધરી બુધવારે સાંજે ચેકડેમ પાસે હાથ-પગ ધોવા ગયા હતા.

ત્યાં તેઓ પાણીમાં પડી ગયા હતા અને ડૂબી ગયા હતા. ગુરુવારે રમેશભાઈનો મૃતદેહ ચેકડેમના પાણીમાંથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ રમેશભાઈના ભાઈ વજીરભાઈ રાવજીભાઈ ચૌધરી દ્વારા માંડવી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. બનાવ અંગે માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!