Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

ડોલવણનાં પદમડુંગરી ગામમાં જમીન પર કબ્જો કરનાર શખ્સ સામે ફરિયાદ

ડોલવણનાં પદમડુંગરી ગામમાં જમીન પર કબ્જો કરનાર શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ થઇ હતી. મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં ઉમરકચ્છનાં રહીશ વન્તુબેન જેરામભાઈ ચૌધરીએ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું છે કે,

પદમડુંગરી ગામે ખાતા નં.૧૪૨વાળી જમીન વન્તુબેન જેરામભાઈ તથા મુળજીભાઈ જેરામભાઈ, કનુભાઈ જેરામભાઈ, રમણીબેન જેરામભાઈ, દુધલીબેન જેરામભાઈ, કમાબેન જેરામભાઈ, સુમાબેન જેરામભાઈની સહીયારી માલિકીની છે, છતાં કનુભાઈ જેરામભાઈ ચૌધરીએ તમામની સંમતિ વિના જ ભરતભાઈ છોટુભાઈ ચૌધરી (રહે.પદમડુંગરી)ને તારીખ ૦૨-૧૧-૨૦૧૬ નારોજ વસીયતનામું તથા પાવર ઓફ એટર્ની લખી આપી છે. ભરતભાઇએ જમીન ગેરકાયદે રીતે પચાવી પાડવાના ઈરાદે કરી છે. તેઓ આ જમીન ખેડી તેની ઉપજ મેળવતા આવ્યા છે. જેથી ભરતભાઈ ચૌધરી સામે કાર્યવાહી કરવા મુદ્દે વસ્તુબેન ચૌધરીએ કરી હતી.

Advertisement
error: Content is protected !!