Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Mandvi : વીજ કરંટ લાગવાથી યુવકનું મોત નિપજ્યું

સુરતનાં માંડવી તાલુકાનાં અરેઠ ગામે નવા ફળિયામાં મકાનમાં મોબાઈલ ચાર્જ કરતી વખતે વીજ કરંટ લાગવાથી ૨૭ વર્ષીય ગોપાલસિંહ ઉદયસિંહ રાવત (મૂળ રહે.રાજસ્થાન)નું મોત થયું હતું.

જોકે ગત તારીખ ૭ જુલાઈ, ૨૦૨૫ નારોજ આશરે ૧:૫૦ વાગ્યે તેમના નિવા સસ્થાને મોબાઈલ ચાર્જ કરી રહ્યા હતા. તે દરમિયાન નજીકમાં મૂકેલા ઇલેક્ટ્રિક બોર્ડમાંથી કોઈક રીતે તેમને વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ અંગે મૃતકના નાના ભાઈ દેવેન્દ્રસિંહ ઉદયસિંહ રાવતએ માંડવી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

Advertisement
error: Content is protected !!