Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

માંડવી અને કામરેજ વિસ્તારમાંથી સોલાર પાર્કમાંથી કોપર કેબલ વાયરની ચોરી કરતા ત્રણ ઈસમો ઝડપાયા

સુરત જિલ્લાનાં માંડવી પોલીસે માંડવી અને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોલાર પાર્કમાંથી કોપર કેબલ વાયરની ચોરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. આમ, પોલીસે તેમની પાસેથી રૂપિયા ૧.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ, માંડવી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રોજ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી બાતમીદારથી ચોક્કસ માહિતી મળી કે, રોસવડ ગામની સીમમાં ટાંકી ફળિયા પાછળના ભાગે સાત જેટલા ઈસમો કામરેજ તાલુકાના કરજણ ગામ ખાતે આવેલા સોલાર પાર્કમાંથી ચોરેલા વાયરોમાંથી કોપર અલગ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્રણ ઈસમો ઝડપાઈ ગયા હતા. જ્યારે અન્ય ઈસમો નાસી છૂટયા હતા.

પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા, તેમની પાસેથી આશરે ૧૫૦ કિલો કોપર વાયર, અર્ધ-બળેલા વાયર અને વાયર સળગાવીને અલગ કરાયેલ કોપર તારનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત આશરે રૂપિયા ૪૫,૦૦૦ છે. આ ઉપરાંત, પોલીસે એક સુઝુકી એક્સેસ મોપેડ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- એક હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ જેની કિંમત રૂપિયા ૪૫,૦૦૦, ત્રણ મોબાઈલ ફોન અને એક લોખંડની પકડ કબ્જે કરી હતી. આમ, કુલ રૂપિયા ૧,૩૨,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરતા, તેઓએ કામરેજના કરજણ ગામ ખાતેના સોલાર પાર્કમાંથી કોપર વાયર ચોર્યા હોવાની કબૂલાત કરી છે.

વધુમાં, તેઓએ માંડવી તાલુકાના ઉશ્કેર ગામ પાસે આવેલ સોલાર પાર્કમાંથી પણ કેબલ વાયરની ચોરી કરી તેમાંથી કોપર અલગ કરી મુકેશભાઈ વસાવા (રહે. ઘલા ગામ) મારફતે વેચ્યા હોવાનું કબૂલ્યું છે. પોલીસે રણજીતભાઈ ભરતભાઈ વસાવા, મુકેશભાઈ દિનેશભાઈ વસાવા અને અક્ષયભાઈ મહેન્દ્રભાઈ વસાવા (ત્રણેય રહે.જૂની રોસવાડ, માંડવી)ની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, માંડવી પોલીસ સ્ટેશનના ગુન્હામાં પ્રકાશભાઈ મુકેશભાઈ વસાવા (રહે.જૂની રોસવાડ) વોન્ટેડ છે.

કામરેજ પોલીસ સ્ટેશનના ગુનામાં મેહુલ વસાવા, દીપકભાઈ દેવીતભાઈ વસાવા, પ્રકાશભાઈ મુકેશભાઈ વસાવા, મેહુલભાઈ પ્રવીણભાઈ વસાવા (તમામ રહે.જૂની રોસવાડ), અને વિશાલભાઈ વસાવા (રહે.તડકેશ્વર, માંડવી) વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, તેઓ અલગ-અલગ વિસ્તારમાં આવેલ સોલાર પાર્કમાં રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રીના સમયે પોતાના મળતિયાઓ સાથે સોલાર પાર્કમાંથી કેબલ વાયરની ચોરી કરતા હતા. ચોરી કરેલ કેબલ વાયરનાં ટુકડા કરી કોથળાઓમાં ભરી અવાવરું જગ્યાએ સંતાડી રાખતા હતા. વધુ જથ્થામાં વાયરો ભેગા થયા બાદ વાયર પરના કોટિંગને સળગાવી તેમાંથી કોપર ધાતુના તાર અલગ કરી તેનું વેચાણ કરતા હતા.

Advertisement
error: Content is protected !!