ધોધમાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા દ્વારકા શહેરમાં રોડ પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. જેમાં મુખ્ય ચોક એવા ભદ્રકાલી વિસ્તારમાં બે-ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં ત્યાં આવેલા રેસ્ટોરન્ટ, દુકાનો, ઓફિસોમા પાણી ઘુસી ગયા હતા. 
દ્વારકા શહેરમાં સાંજ સુધીમાં સવા ચાર ઇંચ વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભદ્રકાળી વિસ્તાર, રેલવે સ્ટેશન રોડ, તોતાત્રી મઠ પાસે, જલારામ મંદિર પાછળ તેમજ આવડપરો વગેરે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાતા નગરપાલિકાની પ્રી-મોન્સુન કામગીરીની પોલ છતી થઈ હતી. આ સાથે અહીં દૂકાનોમાં પણ ઘુસવા સાથે લારીઓ પણ ડુબી હતી. વરસાદ રહી ગયા બાદ તંત્ર દ્વારા તુરંત પાણી નિકાલ માટેની કામગીરી હાથ ધરી હતી.

