Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

ખેડા જિલ્લામાં ડાંગરની રોપણી શરૂ થઈ

ખેડા જિલ્લામાં અડધાથી બે ઇંચથી વધુ વરસાદ પડયો હતો. કઠલાલ અને મહુધામાં સવા બે ઇંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જયારે સતત વરસાદના કારણે ડાંગરના ધરૂવાડિયા તૈયાર થઇ ગયા છે અને ડાંગરની રોપણી શરૂ થઇ છે. ખેડા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડયો હતો. બપોરના ચારથી છ વાગ્યા દરમિયાન કઠલાલ અને મહુધામાં સવા બે ઇંચ વરસાદ પડયો હતો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. મહેમદાવાદ તાલુકામાં ૧૪, ખેડા -૪, માતર-૮, નડિયાદ-૮, ઠાસરા -૨૭,ગલતેશ્વર -૧૦, વસો -૪૫ મીલીમીટર વરસાદ નોંધાયો હતો. ખેડા જિલ્લામાં સરેરાશ ૨૪.૧ મીમી વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ખેડા જિલ્લામાં સિઝનનો કપડવંજ તાલુકામાં ૩૨૮ મી.મી., કઠલાલ -૩૫૧, મહેમદાવાદ -૩૩૯, ખેડા -૧૭૭, માતર -૩૦૦, નડિયાદ -૪૮૬, મહુધા -૩૮૬, ઠાસરા -૨૨૫, ગલતેશ્વર ૨૩૧ અને વસો તાલુકામાં ૩૮૨ મિલી મીટર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નડિયાદ તાલુકામાં ૪૮૬ મીલીમીટર જ્યારે સૌથી ઓછો ખેડા તાલુકામાં ૧૭૭ મિલીમીટર નોંધાયો છે

Advertisement
error: Content is protected !!