રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે સાવરે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 129 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 5.2 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલીમાં 4.69 ઈંચ, પલસાણામાં 4.17 ઈંચ, ડાંગના સુબિરમાં 3.66 ઈંચ, નવસારીના વાંસદામાં 3.15 ઈંચ અને તાપીના સોનગઢમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે. 
બીજી તરફ હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ અને રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. તારીખ 7 જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ રાજ્યમાં આાગમી તારીખ 8થી 11 જુલાઈ સુધીમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

