Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતનાં મોટાભાગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 11 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગે આજે આગામી ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યું છે, ત્યારે 5 જિલ્લામાં રેડ એલર્ટ છે. હવામાન વિભાગના Nowcast મુજબ, આજે સાંજે 7 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં કચ્છ, પાટણ, મોરબી, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ અને રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. તારીખ 7 જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આાગમી 8થી 11 જુલાઈ સુધીમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Advertisement
error: Content is protected !!