Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Mandvi : દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

માંડવી તાલુકાનાં વરેઠ પેટીયા ગામેથી એક દીપડો પાંજરે પુરાયો હતો. છેલ્લા ઘણા સમયથી ગામમાં બકરા અને મરવાનો શિકાર કરતો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી મુજબ, વરેઠ પેટીયા ગામે દીપડાનો ત્રાસ વધી ગયો હતો.

ગામમાં બકરા અને મરથા ગાયબ થઈ રહ્યા હોય ગામજનોએ માંડવી વન વિભાગને જાણ કરી હતી અને ગામમાં દીપડાને પકડવા પાંજરું મૂકવા જણાવ્યું હતું. આથી વન વિભાગ દ્વારા રાનીપરા ફળિયામાં એક ઘરની પાસે મરથીના મારણ સાથે એક પાંજરું ગોઠવ્યું હતું. જેમાં રાત્રે જ એક દીપડો મરઘીનો શિકાર કરવા જતા કેદ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાનો કબજો લઈ તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.(file photo)

Advertisement
error: Content is protected !!