Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Kamrej : બે આઈસર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક ચાલકનું મોત

કામરેજનાં નવી પારડી હાઇવે પર બે આઈસર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. મળતી માહિતી મુજબ, કામરેજનાં નવી પારડી હાઇવે પર અઇસરનાં ચાલકે ગફલતભરી રીતે હંકારી હાઈવેની વચ્ચોવચ બેંક મારી હતી.

ત્યાં તેની પાછળથી પુરપાટ આવી રહેલો અન્ય આઈસર ટેમ્પોની સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં આઈસરનાં ચાલક સજલસીંધને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. સમગ્ર મામલે કામરેજ પોલીસને જાણ કરવામાં આવતા હાલ પોલીસે આઇસર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!