Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching

વડોદરામાં આજે એક સાથે બે સ્કુલને બોમ્બની ધમકી મળતા દોડધામ મચી

વડોદરામાં એક જ દિવસમાં બીજી એક સ્કૂલને પણ બોમ્બની ધમકી મળતા દોડધામ મચી હતી. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ બનાવના સ્થળે તપાસ કરી રહ્યા છે. વડોદરામાં એક પછી એક સ્કૂલને બોમ્બની ધમકી મળી રહી છે. પરંતુ પોલીસ હજી ધમકીભર્યા ઇ-મેલ કરનાર સુધી પહોંચી શકી નથી. સમા વિસ્તારની નવરચના તેમજ ગુજરાત રિફાઈનરી સ્કૂલને ધમકી મળ્યા બાદ આજે સવારે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરડીએક્સ મૂક્યો છે અને ગમે ત્યારે બ્લાસ્ટ થશે તેવી ધમકી મળી હતી.

જેથી સ્કૂલ છોડી દેવામાં આવી હતી અને તપાસ કરતાં કશું જ હાથ લાગ્યું ન હતું. આ દરમિયાનમાં દિવાળીપુરા વિસ્તારની ડી.આર.અમીન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળતા તાત્કાલિક શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું હતું. વાલીઓ પણ મોટી સંખ્યામાં સ્કૂલે આવી જતા ભયનો માહોલ સર્જાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે સ્કૂલમાં દોડી ગયા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદ લઈ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે ચેન્નઇની આઇટી એન્જિનિયર રેની જોશીલ્ડાની ધમકીભર્યા ઇ-મેલ મોકલવાને લઇને ધરપકડ કરાઇ હતી.

તેમ છતાં ધમકીભર્યા ઇમેલ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો હતો. આજે સવારે વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતાં વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ જો કશું હાથ લાગ્યું ન હતું. વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બની ધમકી મળતા સ્કૂલ તેમજ વાલીઓમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

વડોદરામાં સમા વિસ્તારની નવરચના સ્કૂલને એક પછી એક બે વખત તેમજ રિફાઇનરી ઈંગ્લિશ મીડીયમ સ્કૂલ બોમ્બની ધમકી મળ્યા બાદ હવે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. આજે વહેલી સવારે ધમકીનો મેસેજ જોતા સ્કૂલના વહીવટકર્તાઓએ વાલીઓને ગ્રૂપ મેસેજ કરી તાત્કાલિક બાળકોને લઈ જવા અથવા તો વાન ચાલકોને સ્કૂલે મોકલી આપવા જાણ કરી હતી. બીજી તરફ ડીસીપી પન્ના મોમાયા ની ટીમ સ્કૂલમાં આવી ગઈ હતી અને બોમ્બ સ્ક્વોડની મદદ લઇ સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે મોટા ભાગની તપાસ દરમિયાન કશું જ હાથ લાગ્યું ન હતું.

Advertisement
error: Content is protected !!