કામરેજની હોટલમાં કામ કરતા યુવકે એસિડ પી આત્મહત્યા કરી હતી. મૂળ જામનગર જિલ્લાના મોટી વાવડી ગામના ૩૩ વર્ષીય હાર્દિકભાઈ દામજીભાઇ અજુડીયા હાલ કામરેજ પોલીસની હદમાં આવેલી ક્રિષ્ના હોટલમાં કામ કરતા હતા.
હાર્દિકભાઈએ કોઈક કારણસર એસિડ પી આત્મહત્યા કરી હતી.
હોટલના સ્ટાફે હાર્દિકભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ડોક્ટરોઓએ હાર્દિકભાઈને મૃત ઘોષિત કર્યા હતા. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

