પલસાણાનાં બગુમરાની યુવતીએ વડોદરા-મીયાગામ કરજણમાં લગ્ન કર્યા હતા. જ્યાં તેનો પતિ પર સ્ત્રી સાથેના આડા સંબંધમાં તેને શારીરીક-માનસિક ત્રાસ આપી રૂપિયાની માંગણી કરતો હતો. આ સાથે તેના સાસુ-સસરા તથા જેઠ જેઠાણીની ચડામણી કરી હેરાન કરતા હતા. મળતી માહિતી મુજબ, પલસાણા તાલુકાનાં બાગુમરા ગામમાં આવેલ સુર્યાસી રેસીડેન્સીમાં રહેતા અને દેવનાથ ક્રિષ્નદેવ શુકલાની દિકરી રાધિકાબેનના લગ્ન ગત તારીખ ૨૭/૦૪/૨૦૨૨ ના રોજ ૧૦, એટબેશ રેસીડેન્સી, જુના બજાર મિયાગામ કરજણ, વડોદરા ખાતે રહેતા સુનિલકુમાર સુભાષચંદ્ર પાંડે સાથે થયા હતા. 
જોકે લગ્નનાં ચાર મહિના બાદથી જ રાધિકાના સાસુ-સસરા તથા જેઠ-જેઠાની નાની-નાની વાતમાં તેને પરેશાન કરતા હતા કે, અમારી પાસે રહેવા માટે ઘર નથી, જેથી તમે ઘરની વ્યવસ્થા કરી આપો. ઘર નહી લઈ આપતા સાસુ-સસરાએ તથા જેઠ-જેઠાણીએ રાધિકા અને પતિ સુનિલને પિતાજીના ઘરે સુર્યાસી રેસીડેન્સી બગુમરા હલધરું, તા.પલસાણા રહેવા મોકલી આપ્યા હતા. સમાજના વડીલોના સમજાવતીથી સુનિલ ફરી રાધિકાને વડોદરા લઈ ગયો હતો. ત્યાં છએક મહિના બાદ સુનિલ પાંડે બીજી યુવતી સાથે પ્રેમસંબંધમાં પડ્યો હતો. ઓ બાબતે ઘરમાં ઝઘડો-વિવાદ થતા ફરી રાધિકાને ત્રાસ આપી, ઘર ખરીદરવા પૈસાની માંગણી કરાતા તે ફરી બગુમરા પિયર આવી ગઈ હતી. ત્યારબાદ રાધિકા પાંડેએ તેના પતિ સુનિલકુમાર સુભાષચંદ્ર પાંડે, સસરા સુભાષચંદ્ર ભૌલાનાથ પાંડે, સાસુ ઉર્મિલા સુભાષચંદ્ર પાંડે, આશિષ સુભાષચંદ્ર પાંડે (જેઠ) અને મીનુ આશિપ પાંડે (જેઠાણી) વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

