Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Olpad : બંગલાનો સોદો કરનાર શખ્સ સાથે રૂપિયા ૧૨.૨૨ લાખની છેતરપીંડી

સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં બરબોધન ગામની સીમમાં બંગલો ખરીદવામાં સુરત શહેરનાં કતારગામ વિસ્તારના એક વકીલ સાથે સુરતના જ બે શખ્સોએ ૧૨.૧૧ લાખની છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ઓલપાડ પોલીસ મથકમાં નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, સુરત શહેરનાં કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ પાસેની સ્મૃતિ સોસાયટીના મકાન નં.એ-૨૧૪માં રહેતા હિતેશભાઈ રતનભાઈ જોષી વકીલ છે.

તેમણે બરબોધન ગામની સીમમાં પેસેફિક હોમમાં બંગલા નં.૮૩ને સને:૨૦૨૩ના મે મહિનામાં સુરત શહેરના પાલનપુર ગામે રાજ ગેલેલીમાં ઓફિક્સ નં.૦૫થી કુંદન ડેવોલોપર્સ નામથી ધંધો કરતાં નીતિન વસંત જગનવાળા (હાલ રહે.૮, આદિત્ય રો-હાઉસ, સરસ્વતી વિદ્યાલયની સામે, પાલનપુર જકાતનાકા-સુરત શહેર) મારફત રૂપિયા ૧૨.૧૧ લાખની કિંમતથી બંગલો ખરીદ્યો હતો. તે સમયે દલાલ નીતિન જગનવાળાએ આ બંગલો મુળ કામરેજ ગામની ત્રિલોક રેસીડેન્સી,સી-૧૦૩નો વતની નિલેશ મહેન્દ્ર હરીયાણી (હાલ રહે.સ્કાઈ ઓન એપાર્ટમેન્ટ,૧૪મો માળ, એલ.પી.સવાણી સ્કૂલ પાસે, પાલ-સુરત શહેર)નો હોવાનું જણાવતા તેની સાથે સોદાચિટી બનાવી રૂપિયા ૧૨.૧૧ લાખ ચૂકવ્યા હતાં.

પરંતુ ફરીયાદી વકીલને પાછળથી ખબર પડી હતી કે, આ બંગલાનો માલિક નિલેશ મહેન્દ્ર હરીયાણી ન હતો છતાં આ બંને શખ્સોએ કાવતરૂ રચી તેની સાથે ઠગાઈ કરી છે. આ ઠગાઈ બાદ આરોપીઓ પાસે રૂપિયા માંગવા છતાં તેઓએ આજદિન સુધી પરત કર્યા ન હતાં. આમ, વકીલ હિતેશભાઈ જોષીએ તારીખ ૦૧ નારોજ ઓલપાડ પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!