Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજ્યમાં આજે ભારેથી અતિભારેની વરસાદ આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગતરોજ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે છેલ્લા 12 કલાકમાં 101 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં 3.54 ઇંચ વરસાદ થયો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 8 જુલાઈ સુધી 10થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

તારીખ 4 5 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં  ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તારીખ 6 જુલાઈ નારોજ 20થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તારીખ 7 અને 8 જુલાઈના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

Advertisement
error: Content is protected !!