બારડોલીનાં બાબેન ગામે મકાન નંબર ૫૪ શક્તિનગર હાઉસિંગ સોસાયટીમાં રહેતા કૈલાશભાઈ નારાયણભાઈ જેઠે અને તેમની પત્ની રેખાબેન જેઠેએ એ.યુ. સ્મોલ ફાઈનાન્સ બેંક અડાજણ શાખામાંથી રૂપિયા ૨૦ લાખની હોમ લોન લઈ રૂપિયા ૨૫,૬૯૯/-નાં એક એવા ૫૯ હપ્તા ભર્યા હતા. 
ત્યારબાદ લોન ભરવાનું બંધ કરતા બેંકે તેમનું મકાન કબ્જે કરી સીલ મારી દીધું હતું. આ દંપતીએ સીલ અને તાળા તોડી મકાનમાં ગેરકાયદેસર રીતે કબ્જો કરતા બેંકના કર્મચારી સતિષભાઈ કનુભાઈ પટેલે કંપની વિરૂદ્ધ બારડોલી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

