બારડોલીનાં બે અલગ અલગ બેંક એકાઉન્ટોમાંથી ગઠિયાએ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા ૫.૦૯ લાખ ઉપાડી લીધા હતા. જેની ફરિયાદ બારડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, બારડોલી ભંડાળીવાડ ગુપ્તા હોસ્પિટલની પાસે રહેતા જીતેશભાઈ બાબુભાઈ ભાનુશાળી, તેની પત્ની અને તેની પુત્રીના સંયુક્ત બેંક એકાઉન્ટમાંથી ત્રણ અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા ૧.૪૯ લાખ ઉપડી ગયા છે.
તે અંગે જીતેશભાઈ ભાનુશાળીએ બારડોલી પોલીસ ટાઉન મથકે ફરિયાદ નોંધાવી છે. ત્રીજા બનાવની હકીકત એવી છે કે, બાબેનની સાંઈ આશિષ સોસાયટીમાં રહેતા કિરણભાઈ રેવાભાઈ પટેલના બેંક એકાઉન્ટમાંથી બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કોઈકે રૂપિયા ૩.૨૦ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. બનાવ અંગે કિરણભાઈ પટેલે અજાણ્યા ઠગબાજ સામે બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

