Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

માયપુર ગામમાં કન્ટેનરમાંથી ચોરી થયેલ ડીઝલનાં ગુન્હામાં ત્રણ ઝડપાયા

વ્યારાનાં માયપુર ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર સુરતથી વ્યારા જતા ટ્રેક ઉપર નાયરા પેટ્રોલ પંપના સર્વિસ રોડ પાસે ગત તારીખ ૧૩/૯/૨૫ નારોજ સાંજના સમયે ત્રણ કંન્ટેનરોના ચાલકોએ રાત્રિ રોકાણ કર્યું હતું. તે દરમિયાન ત્રણેય કંન્ટેનરોનું ૧૪૦૦ લિટર રૂપિયા ૧,૨૨,૦૦૦/- નું ડિઝલની કોઈ અજાણ્યાઓ ચોરી ગયાનો ગુન્હો નોંધાયો હતો. આ કેસમાં પોલીસે પોલીસે ચોરીની જગ્યાની આજુબાજુના સી.સી.ટી.વી. તેમજ ટેકનિકલ એનાલિસિસ તથા પબ્લિક સોર્સ દ્વારા માહિતી મેળવી ચોર ટોળકી સુધી પહોંચી હતી.

ચોરીમાં સંડોવાયેલ અશ્વિન ઉર્ફે ડેબો નવિનભાઈ ગામીત (ઉ.વ.૨૭., રહે.ઈન્દુ, ઈંદિરા કોલોની ફળીયું), સાવનભાઈ અરવિંદભાઈ ગામીત (ઉ.વ.૩૫., રહે.વાંસકુઈ ગલા ફળીયું), જીગ્નેશભાઈ અમૃતભાઈ ગામીત (ઉ.વ.૩૮., રહે.ઇન્દુ, કારોબારી ફળીયું)ને પકડી કડક પુછપરછ કરતા ત્રણેયએ ગુન્હાની કબુલાત કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ ગુન્હામાં વાપરેલ વાહન પોલીસે કબ્જે લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ૨,૮૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

Advertisement
error: Content is protected !!