Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

દાહોદમાં એસ.ટી. બસની અડફેટે બાઇક પર સવાર યુવકનું ઘટના સ્થળ ઉપર મોત

દાહોદ શહેરમાં મુવાલીયા ક્રોસિંગ પાસે  એસ.ટી. બસની અડફેટે બાઇક પર સવાર યુવક ઉપર બસનાં તોતિંગ પૈડા ફરી વળતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. મળતી માહિતી મુજબ, દાહોદ તાલુકાનાં ગલાલીયાવાડ વિસ્તારમાં ગારી ફળિયામાં રહેતાં વિજય ગારી સવારે બાઇક લઈ તેની ઉપર દુધની કેન લઈ દાહોદમાંથી પસાર થતાં મુવાલીયા ક્રોસિંગ પરથી પસાર થઈ રહ્યા હતા.

તે સમયે  પસાર થતી વડોદરા-દાહોદ એસટી બસના ચાલકે વિજય ગારીની બાઇકને  ટક્કર મારતાં વિજયભાઈ જમીન પર ફંગોળાતા તેમની ઉપર એસ.ટી. બસના તોતિંગ ટાયરો ફરી વળતાં વિજયભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડયાં હતાં. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં ૧૦૮ સેવા સાથે ઘટના સ્થળ પર આવી તબીબે વિજયભાઈ ગારીની ઘટના સ્થળ પર તબીબી તપાસ કરતાં વિજયભાઈ ગારીને ઘટના સ્થળ પર મોત થયુ હતુ. સ્થાનીક પાલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ  હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!