જામનગર પંથકની સગીરાનાં અપહરણ અને દુષ્કર્મના કેસમાં સગીરા તથા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીની ધરપકડ કરી આરોપી વિરૂધ્ધ દુષ્કર્મ તથા પોક્સો એક્ટ હેઠળ સિક્કા પોલીસે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, જામનગર તાલુકા ના સિક્કા પોલીસ સ્ટેશનમાં ગતરોજ ગુન્હો જાહેર થયેલ હતો જેમાં 17 વર્ષ, 10 માસ સગીરાને આરોપીએ બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જવા બાબતે સિક્કા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. 
આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા ઉપરી અધિકારીઓ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી. દરમયના મોડી સાંજે સિક્કા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મળેલ ચોકકસ બાતમી તેમજ હ્યુનમસોર્સ અને ટેકનીકલસોર્સથી ચોક્કસ બાતમીના આધારે આરોપી ભવદિપ હમીરભાઈ ચંદ્રાવડીયા (રહે.હાલ મુંગણી ગામ વાડી વિસ્તાર,જામનગર, મુળ રહે.કડબાલ-જામજોધપુર)ની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની હકીકત જણાતા પોલીસે દુષ્કર્મ તથા પોક્સો એક્ટની કલમનો ઉમેરો કરી આરોપી ભવદિપ હમીરભાઈ ચંદ્રાવડીયાની પૂછપરછ હાથ ધરી હતી.

