કચ્છમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના માંડવી શહેર સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ જામ્યો છે. ગઢસીસામાં ભારે વરસાદથી બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે. માંડવી શહેરમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. કોડાય, તલવાળા, ગઢસીસા, કાઠડા, લાયજા, ગુડિયાળી,આઝાદચોક, ભીડ, લાકડાબજારમાં પાણી ભરાયા છે. 
માંડવીમાં ધોધમાર વરસાદના કારણે બજારોમાં પાણી ભરાયા હતા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત અત્યાર સુધી 32.73 ટકા વરસાદ નોંધાયો હોવાની વાત સામે આવી છે, સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 35.75 ટકા નોંધાયો છે અને પૂર્વ મધ્યઝોનમાં 34.66 ટકા વરસાદ નોંધાયો છે, સૌરાષ્ટ્ર ઝોનમાં 32.79 ટકા વરસાદ નોંધાયો છે અને કચ્છમાં 29.45 ટકા, ઉ.ગુજરાતમાં 24.77 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાંતે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે તારીખ 3 થી 6 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે, 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે તારીખ 10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે.

