Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજ્યમાં તારીખ 4 જુલાઈ સુધી રાજ્યનાં 13થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી તારીખ 4 જુલાઈ સુધી રાજ્યનાં 13થી વધુ જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે હવામાન વિભાગના આગામી ત્રણ કલાકના Nowcast મુજબ 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં-કેવો વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના Nowcast મુજબ, ગતરોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસામા, સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કચ્છમાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

તારીખ 30 જૂને 13 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તારીખ 1 અને 2 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. તારીખ 3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જ્યારે 4 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

 

Advertisement
error: Content is protected !!