Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

કાપોદ્રા અને પાંડેસરામાં એકાએક બેભાન થયા બાદ બે’નાં મોત નિપજ્યું

સુરત શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો વધી રહ્યા છે.  તેવા સમયે કાપોદ્રામાં હીરાના કારખાનામાં ૪૫ વર્ષીય રત્નકલાકાર અને પાંડેસરામાં ૪૩ વર્ષીય આઘેડની એકાએક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત થયા હતા.

સ્મીમેર અને સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, કાપોદ્રામાં રવાણી જેમ્બર્સના હીરાના કારખાનામાં કામ કરતો અને ત્યાં રહેતો ૪૫ વર્ષીય મહેશ વાસુદેવ પાટીલ શનિવારે સવારે કારખાનામાં કામ કરતા હતા. ત્યારે તેની અચાનક તબિયત બગડતા બેભાન થઈ ગયા હતા. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. જયારે તે મુળ મહારાષ્ટ્રના માલેગાંવના વતની હતા. તેનો એક ભાઇ અને એક બહેન છે. બીજા બનાવમાં પાંડેસરામાં અપેક્ષાનગરમાં રહેતો ૪૩ વર્ષીય પંચુ ઉદય રાહુલ  ગત બપોરે ઘરમાં ભોજન કરીને સુઇ ગયો હતો. બાદમાં તેને જગાડવા જતા  ઉઠીયો નહી, જેથી ૧૦૮ને જાણ કરતા ત્યાં પહોચીને ૧૦૮ના ઇ.એમ.ટીએ તેને મૃત જાહેર કર્યો હતો. જયારે તે મુળ ઓરીસ્સાનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે મજુરી કામ કરતો હતો.

Advertisement
error: Content is protected !!