રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત પણ વરસાદનું જોર વધ્યું છે. રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
રાજ્યના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ તો સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી તારીખ 27થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. તારીખ 30 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને તારીખ 01 જુલાઈના રોજ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.

