Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજ્યમાં આજે 84 તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો

રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે, ત્યારે આજે રાજ્યનાં 84 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 5.04 ઇંચ અને વડોદરાના પાદરામાં બે કલાકમાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે.

59 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યમાં આજે સવારનાં 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 4.8 ઇંચ, તાપીના કુકરમુંડામાં 4.29 ઇંચ, નર્મદાના ડેડિયાપાડામાં 4.21 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 3.83 ઇંચ, તાપીના વ્યારામાં 3.5 ઇંચ, ડાંગના વઘઈમાં 2.56 ઇંચ, વડોદરાના પાદરા અને દાહોદના ફતેપુરામાં 2.36-2.36 ઇંચ, સુરતના કામરેજમાં 2.2 ઇંચ, નવસારીના વાંસદા અને મહીસાગરના સંતરામપુરમાં 2.09-2.09 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય 71 જેટલા તાલુકામાં 1થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

Advertisement
error: Content is protected !!