Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

મોડાસામાં અતિભારે વરસાદ, દધાલીયા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા ત્રણ કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદના કારણે દધાલીયા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે વાહનો પણ તણાયા હતા હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મોડાસામાં મંગવારે સવારથી જ મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો છે. ત્યારે દધાલીયામાં આભ ફાટતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે.

અવિરત વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાર્ક કરેલી બે કાર અને બે બાઈક પાણીમાં તણાઈ ગયા. ગામના રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા ગ્રામજનો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. આજે વહેલી સવારથી નર્મદા જિલ્લામાં અવરિત વરસાદના કારણે પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે.

નર્મદા જિલ્લામાં વરસાદના કારણે નાંદોદ તાલુકાના વિડયા ગામ ખાતે આવેલી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે. આ સિવાય ડેડીયાપાડાથી રાજપીપળા આવતા યાલ મોવી પુલ વરસાદમાં ધાવાઈ ગયો છે. હવામાન વિભાગ અનુસાર, મંગળવારે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાહોદ, મહીસાગર તથા દાદરા અને નગર-હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે  સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement
error: Content is protected !!