Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

મુખ પર સંતોષનું સ્મિત અને મતદાન કર્યાનો આનંદ લઈ મતદાન મથકેથી પાછા ફરતા સર્જુબેન ગામીત

સર્જુબેન ગામીત જેમની ઉંમર 73 વર્ષ છે મત આપવાનો ઉત્સાહ અનેરો છે. લાકડીના ટેકે ટેકે ધીમે ધીમે માવતરસાહજ મિજાજ સાથે આ દાદી પોતાના પૌત્રનોવહાથ ઝાલીને મતદાનના ત્યોવહારના અગ્રીમ હરોળના દાતા બનવા તૈયાર છે. તેઓ પોતે કમરની તકલીફ હોવા છતાં મત આપવા જવાનું ટાળ્યું નથી.

વ્યારા તાલુકાનાં ઊંચામાળા ગામની શાળામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોતાના ગામના આવનારા ભવિષ્ય માટે વોટ આપવા દોડીને આવ્યા હતા. સ્યાહીથી અંકિત કરેલી આંગળી માનભેર દર્શાવતા આ દાદી જેવા અનેક બુઝુર્ગ લોકશાહીના સાચાં સેવક સાબિત થયા છે. જે યુવાન અને સશક્ત વ્યક્તિઓ બીમારીઓનું બહાનું કરીને વોટ આપવાનું ટાળે છે તેમના માટે સર્જુબેન પ્રેરણા રૂપ છે. તેઓ દેશ પ્રત્યે જાગૃતતા દર્શાવતા પોતાના વોટની કિંમતને જાણે છે. તેથી અન્ય નાગરિકોને પણ વોટ આપવા જવાની વિનંતી કરી રહ્યા છે.

Advertisement
error: Content is protected !!