Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના 16 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28  જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના તમામ જિલ્લામાં એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં આજે બનાસકાંઠા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ એમ 7 જિલ્લામાં રેડ એલર્ટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

જ્યારે વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં યલો ઍલર્ટને લઈને ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. તારીખ 23 જૂને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

તારીખ 24 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના 16 જિલ્લામાં મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. તારીખ 25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપ, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આગામી 26 થી 28 જૂન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે.

Advertisement
error: Content is protected !!