કામરેજનાં ખોલવડ ગામે મકાનમાં જુગાર રમી રહેલ આઠ મહિલાઓને કામરેજ પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કામરેજના ખોલવડ ગામની સીમમાં આવેલી લક્ષ્મીબા પાર્ક સોસાયટીના મકાન નં.૧૩માં મહિલાઓ ભેગી થઈ પૈસા વડે જુગાર રમી રહી હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી. 
જે બાતમીનાં આધારે પોલીસે મકાનમાં છાપો મારી જુગાર રમતી આઠ મહિલા જેમાં રશ્મીકા જિતેન્દ્રભાઈ પટેલ (રહે.ખોલવડ ગામ), કેતના ગોવિંદભાઈ માંડવિયા (રહે.વરાછા), દમયંતી શૈલેષભાઈ ગોરસીયા (રહે.વરાછા, શિલ્પાબેન હરેશભાઇ વૌરા (રહે.વરાછા), જ્યોત્સના મુકેશભાઈ (રહે.વરાછા), ઇલા દિનેશભાઈ મારવાડીયા (રહે.પુણા ગામ), દીપ્તિી શૈલેષભાઈ મારવણ (રહે. ખોલવડ ગામ) અને ચંપાબેન બાલુભાઈ પાથડા (રહે.કામરેજ)નાંઓની પોલીસે અટક કરી હતી. આમ, પોલીસે જુગારીઓને કુલ રૂપિયા ૧,૧૩,૭૩૦/-નાં મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

