Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરાયું

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે યલો-ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ છે. આ સાથે અન્ય 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે સુરત, તાપી, ભરૂચ, મહીસાગર, દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં 20 જૂનના રોજ ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને 21 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે તારીખ 22 જૂનના રોજ રાજ્યના 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

જયારે તારીખ 23 જૂને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટને પગલે અતિભારે વરસાદ અને કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટને પગલે ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 24 જૂને નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને 25 જૂને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

Advertisement
error: Content is protected !!