Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Arrested : ચરસનાં જથ્થા સાથે એક યુવક પકડાયો

ગાંધીનગરના રેલ્વે સ્ટેશન પાસે પાકગમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડીને સુરતના શખ્સને ચરસના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને ૫૯ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને પૂછપરછ કરતા હિમાચલના પાંચ અને આણંદના એક વ્યક્તિનું નામ બહાર આવ્યું હતું જે તમામની સામે એનડીપીએસ ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૃ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશનના પાકગ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

જેમાં સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સિદ્ધિ ગણેશ એપાર્ટમેન્ટના રહેવાસી વિપુલ વર્જણભાઈ ભુવાને ઝડપી લેવામાં આવ્યો હતો.પોલીસે આરોપીની બેગની તપાસ કરતાં ૩૬૩.૨૮૦ ગ્રામ હશીશ (ચરસ) મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ૫૪,૦૦૦ રૃપિયા છે. આ સાથે બેગ અને મોબાઈલ ફોન સહિત કુલ ૫૯,૯૯૨ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપીની પૂછપરછ દરમિયાન હિમાચલ પ્રદેશના પાંચ અન્ય આરોપીઓના નામ બહાર આવ્યા હતા, જેમાં આણંદમાં રહેતા સમીરખાન રાણાનું નામ પણ સામેલ છે.આ ઘટનાને પગલે રેલવે પોલીસે વિપુલ વર્જણભાઈ ભુવા સહિત સુનિલ આહિર (રહે, હિમાચલ પ્રદેશ, જોનસ્નો હોટલ), ચરસનો જથ્થો આપનાર કિંગ બાબા (રહે.સીલા, હિમાચલ પ્રદેશ), હની (રહે, કસોલ, હિમાચલ પ્રદેશ), પ્રતાપ (રહે.મલાણા, હિમાચલ પ્રદેશ), અને માનસિંહ (રહે, મલાણા, હિમાચલ પ્રદેશ) અને ચરસનો જથ્થો મંગાવનાર આણંદના સમીર નામના યુવક સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

Advertisement
error: Content is protected !!