Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નિધનને પગલે આવતીકાલે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025 નારોજ નિધન થયું હતું. તેમના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 નારોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.

શોકના આ દિવસ દરમિયાન, રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ ઉપરાંત, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર 16 જૂન, 2025 નારોજ રાજકોટ ખાતે કરવામાં આવશે.

Advertisement
error: Content is protected !!