Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : ખેતરમાં ખેડવા બાબતે વૃદ્ધ મહિલા પર હુમલો થયાની ફરિયાદ નોંધાઈ

સોનગઢનાં કાવલા ગામે આવેલ ખાતા નં.૨૧૩, સર્વે નંબર-૧૨૨ પૈકી જુનો બ્લોક/સર્વે નંબર-૮, નવો બ્લોક/સર્વે નંબર-૧૫ વાળી જમીનમાં ટ્રેક્ટર લઈ જમીન ખેડવા માટે આવેલ એક વૃદ્ધ મહિલા સહીત તેમના સાથીઓ સાથે ગાળાગાળી કરી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ મથકે એક મહિલા સહીત ચાર જણા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, સોનગઢનાં લીંબી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા મંજુબેન રડતીયાભાઈ ગામીત (ઉ.વ.૭૦)નાંઓ ખેતી મજુરી કરી જીવ ગુજરાન ચલાવે છે. જોકે મંજુબેન ગત તારીખ ૧૧/૦૬/૨૦૨૫ નાંરોજ સવારના અગિયાર વાગ્યાના અરસામાં મોહનભાઈ નાથીયાભાઈ ગામીત, ભુલાભાઈ નાથીયાભાઈ ગામીત, વિનેશભાઈ ભૂલાભાઈ ગામીત અને રસિકભાઈ મોહનભાઈ ગામીત નાંઓની સાથે કાવલા ગામે આવેલ ખાતા નં.૨૧૩, સર્વે નંબર-૧૨૨ પૈકી જુનો બ્લોક/સર્વે નંબર-૮, નવો બ્લોક/સર્વે નંબર-૧૫ વાળી જમીનમાં ટ્રેક્ટર લઈ ખેડવા માટે ગયા હતા. તે સમયે લલ્લુભાઇ દુકાળીયાભાઈ ગામીત અને કનુભાઈ ગામીત (બંને રહે.નિશાણા ગામ, આમજી ઉંબરી ફળિયું, સોનગઢ)નાઓએ આવીને મંજુબેન તથા તેમની સાથે આવેલને કહેવા લાગ્યા કે, ‘તમે કેમ ખેડવા આવ્યા છો??? આ જમીન અમારી છે’ તેમ કહી મંજુબેન તથા તેમના સાથે આવેલ લોકો સાથે બોલાચાલી કર્યા લાગ્યા હતા.

ત્યારબાદ થોડીવારમાં ગંગાબેન જાન્યાભાઈ ગામીત અને તેમના પતિ જાન્યાભાઈ ગામીત (બંને રહે.કીકાકુઈ ગામ, સોનગઢ)નાંઓ પણ આવી આ જમીનમાં કેમ ખેડો છો??? તેમ કહી મંજુબેન તથા તેમના સાથેના લોકો સાથે બોલાચાલી કરી હતી તેમજ ગાળાગાળી કરવા લાગ્યા હતા તે સમયે કનુભાઈ ગામીતે જમીન પરથી પથ્થર ઉંચકી ભુલાભાઈ ગામીતને બેફામ રીતે છુટો મારી દેતા તેમના ડાબા ખભાના ભાગે ઈજા પહોંચી હતી. તેમજ જતા જતા લલ્લુભાઈ ગામીત, કનુભાઈ ગામીત, ગંગાબેન અને જાન્યાભાઈ ગામીત નાંઓએ મંજુબેન તથા તેમના સાથી લોકોને કહેતા ગયા કે, ‘હવે પછી આ જમીનમાં ખેડવા આવ્યા તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકીઓ આપી હતી. બનાવ અંગે મંજબેન ગામીતનાંએ સોનગઢ પોલીસ મથકે એક મહિલા સહીત ચાર જણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!