પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા દુર્ઘટના સ્થળે જવા રવાના થયા હતા અને ત્યારબાદ તેઓ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને પણ મળ્યા હતા, સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને પીએમ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી છે, પીએમની સાથે કારમાં હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ વડાપ્રધાન સાથે આવ્યા છે. તો આ વિમાન દુર્ઘટનામાં હજી મૃત્યુનો આક વધવાની આશંકા છે. સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની ટીમ સતત ઈજાગ્રસ્તોની દેખરેખ રાખી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગના ત્રીજા માળ ઉપર પહોંચ્યા હતા.પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે. ત્યાં DNA ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ આ તમામ પરિવારજનોની ખાસ સંભાળ રાખી તેમની સેવા કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં પરિવારજનોને સાંત્વના આપવાની સાથે, પોલીસ પોતે જ તેમને ચા, પાણી અને નાસ્તો પીરસી રહી છે.
અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની પડખે સિવિલ હોસ્પિટલ છે, હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ કલોક “સ્વ” નહિં “સમસ્તિ” માટે સેવારત છે, તમામ લોકો એકજૂટ થઈને એક એક જીવ બચાવવા નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે.

