પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા દુર્ઘટના સ્થળે જવા રવાના થયા છે, જે જગ્યાએ આ ઘટના બની હતી તે જગ્યાની પીએમ સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરશે,આ ઘટનામાં જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમની સાથે પીએમ મોદી મુલાકાત પણ કરી શકે છે, મેઘાણીનગર પ્લેન ક્રેશ સાઈટની પીએમ કરશે મુલાકાત.
અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદીનો કાફલો ઘટના સ્થળે જવા રવાના થયો છે, પોલીસના અને અન્ય વિભાગના અધિકારીઓ પણ મેઘાણીનગર કે જયાં ઘટના બની છે ત્યાં પહોંચી ગયા છે. એર ઇન્ડિયાના અધિકારીઓ તેમજ સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ પીએમ મોદીને સમગ્ર બનાવ વિશે માહિતી આપી રહ્યા છે.

