Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : SRP જવાનનું અચાનક બેભાન થયા બાદ મોત નિપજ્યું

સુરત જિલ્લાનાં કીમ ચોકડી ઓવરબ્રિજ નીચે ૪૭ વર્ષીય એસ.આર.પી.નાં જવાનનું અચાનક બેભાન થઈ ગયા બાદ મોત થતા કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. મળતી માહિતી અનુસાર, હાલ કામરેજનાં વાવ ખાતે એસ.આર.પી ગૃપ નં.૧૧ બ્લોક નં.૨૧ રૂમ નં.૨૯૯માં રહેતા અને મુળ તાપી જિલ્લાનાં વ્યારાના સયાજી ગામનાં ૪૭ વર્ષીય વિક્રમભાઈ ગુમાનભાઈ વસાવા અમદાવાદ ખાતે નોકરી કરતા હતા.

ત્યારે છેલ્લા બે દિવસથી વિક્રમભાઈની તબીયત સારી ન હોય જેથી તેમનો પુત્ર હર્ષકુમાર વિક્રમભાઇ વસાવા અમદાવાદ ખાતેથી વિક્રમભાઈને તેમની નોકરી પરથી પરત તેમનાં ઘરે બસમાં લઇને આવી રહ્યો હતો. તે દરમ્યાન કીમ ચોકડી ઓવરબ્રિજ નીચે પહોંચતા વિક્રમભાઈ અચાનક બેભાન થઈ જતા જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે કઠોર સી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ વિક્રમભાઈને મૃત ઘોષીત કર્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!