ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન બાતમી મળી હતી કે જીતાલી ગામે ડ્રીમસીટીમાં રહેતી સવિતા મેઘનીરાય યાદવ પરપ્રાંતિય દારૂનો જથ્થો લાવી તેના માણસો દ્વારા રીક્ષામાં ભરી દઢાલ ગામે રહેતા અબ્દુલ કાદીર ઉર્ફે કાદર ઈબ્રાહીમશા દિવાનને પહોંચાડવા માટે જવાના છે.
જે બાતમીના આધારે જીતાલી ફાટક પાસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતાં તેને રોકી તેની તલાશી લેતાં તેમાંથી રૂ.૧.૧૮ લાખનો દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો અને રીક્ષા મળી કુલ રૂ.૨.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરો હતો. તેમજ રીક્ષામાં સવાર કાયદાના સંઘર્ષમાં આવેલા ૨ કિશોરની ધરપકડ કરી હતી. પોલીસે કુલ ૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

