Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Dang : ટેમ્પોમાં પશુ ભરી કતલખાને લઈ જતો ચાલક પકડાયો

ડાંગ જિલ્લાનાં સાપુતારા પી.એસ.આઈ.ની ટીમે સાપુતારા ચેકપોસ્ટ પર ચેકીંગ દરમિયાન કતલખાને લઈ જતા પશુઓ ભરેલા ટેમ્પો સાથે એકને ઝડપી પાડયો હતો. પશુઓને ઉગારી લીધા હતા. પોલીસે પશુઓ તથા ટેમ્પો સહિત ૬ લાખ રૂપિયા કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પશુઓ ભરી આપનારને વોન્ટેડ જાહેર કર્યો છે. મળતી માહિતી મુજબ, સાપુતારા ચેક પોસ્ટ ખાતે પોલીસે પશુ ભરેલો ટેમ્પોમાં કતલખાને લઈ જવાતા ૭ ભેંસો, ૧ પાડી, ૨ પાડાનો જીવ બચાવ્યો હતો. આમ, પોલીસે ટેમ્પો ચાલક દિલીપકુમાર નટુભાઈ બારૈયા (રહે.ભાવનગર)ની અટકાયત કરી હતી પશુની કિંમત રૂપિયા ૧,૦૮,૦૦૦/- તથા ટેમ્પો જેની કિંમત રૂપિયા ૫ લાખ મળી કૂલ કિંમત રૂપિયા ૯,૦૮,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો કર્યો હતો અને પશુઓ ભરી આપનાર મનીષભાઈ રાજુભાઈ ડાંપર (રહે.નેસડા, તા. શિહોર, જિ.ભાવનગર)ને વોન્ટેડ જાહેર જાહેર કર્યો હતો.

Advertisement
error: Content is protected !!