Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Vadodara : ગોરવા ટાંકી અને પૂર્વ વિસ્તારમાં કાલે મુકવામાં આવ્યો છે પાણીનો કાપ

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ટાંકી નજીકની રોયલ પાર્ક સોસાયટી પાસે નવી નાખેલી પાણીની લાઈનનું ટાંકી સાથે હાલની ડીલેવરી લાઈન સાથે જોડાણની કામગીરી સહિત શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન ચાર રસ્તા પાસેના સંખેડા દશાલાડ ભવન ઓનલાઈન બુસ્ટર ખાતે કંપનીની કામગીરી કરવાની હોવાથી આ બંને વિસ્તારમાં આવતીકાલે એટલે કે તારીખ 12મી જૂન ગુરૂવારે સવારનું પાણી અપાયા બાદ કામગીરી હાથ ધરવાની છે.

જેથી ગોરવા અને વૃંદાવન ચાર રસ્તા પાસે દસાલાડ ભવન ઓનલાઈન બુસ્ટર HSCF પંપ રીપેરીંગની કામગીરી કરવાની હોવાથી પાણી આવતીકાલે સવારે પાણી વિતરણ બાદ ગોરવા વિસ્તારમાં સાંજે 4થી 5 ગોરવા ગામ, ગોરવા પોલીસ સ્ટેશન આસપાસનો વિસ્તાર, ગોરવા બાપુની દરગાહ સામે ઓમ સોસાયટી, આંગણ ડુપ્લેક્સ વિસ્તાર સત્યમ એપાર્ટમેન્ટ, આઈ.ટી.આઈ પાસે તરફનો વિસ્તાર તથા સાંજે 6 થી 7 ગોરખનાથ મહાદેવ મંદિરથી નવા યાર્ડ બ્રિજ તરફનો સમગ્ર વિસ્તાર, બાપુની દરગાહની પાછળ મધુ નગર ચાર રસ્તા તરફનો વિસ્તાર, ITI ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તાની જમણી બાજુ તેમજ પંચવટી ચાર રસ્તાથી મધુનગર ચાર રસ્તા તરફનો સમગ્ર વિસ્તાર ખાતે પાણી અપાશે નહીં.

તેવી જ રીતે પૂર્વ ઝોન વિસ્તારમાં તારીખ 12થી 13 રાત સુધી સંખેડા દશાલાડ ભવન ઓનલાઈન બુસ્ટર પરથી પાણી મેળવતા વિસ્તારમાં પાણી અપાયા બાદ આ બુસ્ટર પરથી થઈ શકશે નહીં. જેથી ઉકાજીનું વાડિયું, હરિયાળી હોટલની પાછળની મયુર સોસાયટી અને આસપાસનો વિસ્તાર તથા સંખેડા દસાલાડ ભવન ઓનલાઇન બુસ્ટર પરથી પાણી મેળવતા વિસ્તારમાં પાણી વિતરણ આ બુસ્ટર પરથી થઈ શકશે નહીં. બીજા દિવસે તારીખ 13મીએ પાણી વિતરણ આ વિસ્તારમાં ઓછા દબાણથી  અને ગોરવાના વીજ વિસ્તારમાં તારીખ 13મેએ પાણી વિતરણ ઓછા દબાણથી કરવામાં આવશે તેમ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.

Advertisement
error: Content is protected !!