સોનગઢ નગરનાં વાણીયા ફળિયામાં રહેતા મિતાંશુ નરેન્દ્રભાઈ ભાવસાર (ઉ.વ.૨૫)નો સુબીર ખાતે પાણી પુરવઠામાં આઉટ સોર્સ એપ્રેટીસ તરીકે નોકરી કરે છે. 
જોકે મિતાંશુએ ગત તારીખ ૦૮/૦૬/૨૦૨૫ નાંરોજ પોતાના ઘરની બહાર બાઈક નંબર જીજે/૨૬/એડી/૬૫૧૦ને પાર્ક કરી હતી અને જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-ને કોઈક અજાણ્યા ચોર ઈસમે લોક તોડી અથવા કોઈ અન્ય રીતે ચોરી કરી ફરાર થઈ ગઈ હતી જોકે ચોરી થયેલ બાઈકને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા તેમછતાં બાઈક મળી આવી ના હતી. ચોરી અંગે મિતાંશુ ભાવસારએ તારીખ ૧૧/૦૬/૨૦૨૫ નાંરોજ સોનગઢ પોલીસ મથકે બાઈક ચોરી કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

