વાલોડ નગરનાં શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા હિતેનભાઈ બાબુભાઈ દેસાઈ (ઉ.વ.૫૪)નાંઓ તાલુકા પંચાયત કચેરી વાલોડ ખાતે ગ્રામ સેવક તરીકે નોકરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે તારીખ ૧૦/૦૬/૨૦૨૫ નાંરોજ હિતેનભાઈએ તેમના મકાનની બાજુમાં આવેલ ખુલ્લી પાર્કિગમાં પાર્ક કરેલ મારૂતી સુઝુકી સ્વીફ્ટ ડીઝાયર VXI સફેદ કલરની કાર નંબર જીજે/૨૬/એન/૮૩૯૮ જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-ને કોઈ ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે હિતેનભાઈ દેસાઈએ તારીખ ૧૧/૦૬/૨૦૨૫ નાંરોજ કાર ચોરી કરી ફરાર થનાર અજાણ્યા ચોર ઈસમ વિરુધ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

