કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, તાપીની દરખાસ્તને આધારે કુકરમુંડા તાલુકાના ઈટવાઈ, વડપાડા, બોરીકુવા, ફૂલવાડી ગામથી 17/૦૨ કિ.મી ઉપર સુધી ચોખી આમલી ગામથી ઈટવાઈ તાપી જિલ્લાની હદ સુધી ૪.૪૦ કિમીની લંબાઈના રસ્તાનું કામ પ્રગતિ હેઠળ હોય આ રસ્તા ઉપરથી પસાર થતા ભારે વાહનો/ટ્રાફિકને બંધ કરી વૈકલ્પિક રસ્તા પર ટ્રાફિક ડ્રાઈવર્ટ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, 
આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર.બારડ દ્વારા ઉપરોક્ત જણાવેલા રસ્તા પર ભારે વાહનો ટ્રાફિક બંધ કરી આ વાહનો ટ્રાફિકને કુકરમુંડા તાલુકાના મોરંબા ગામથી અક્કલઉતારા થઈ બુરહાનપુર નેશનલ હાઇવે નંબર ૪૫૩-બી ઉપરના વૈકલ્પિક રસ્તા પર ડાઈવર્ઝન આપવા માટે હુકમ કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૦૫/૦૬/૨૦૨૫ થી તા.૧/૦૮/૨૦૨૫ સુધી અમલમાં રહેશે આ જાહેરનામાનો ભંગ કરનારા ઈસમો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે.

