વડોદરા શહેરમાં ફરી એક વખત ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને મધ્ય ગુજરાત વીજ કંપની લી.ની કુલ 31 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં 60 લાખની વીજચોરી ઝડપાઈ હતી. 
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા પાણીગેટ, માંડવી, વાડી અને જી.આઈ.ડી.સી. પેટા વિભાગીય કચેરીઓના તાબા હેઠળના વિસ્તારમાં વીજ જોડાણ ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. આ ચેકીંગ દરમ્યાન કુલ 848 વીજ જોડાણ ચેકીંગ કરતા 38 કીસ્સામાં વીજ ચોરી અને 27 કીસ્સામાં ગેરરીતિ સામે આવી હતી. આ 65 કિસ્સામાં પુરવણી બીલની રકમ આશરે 60 લાખ થઈ હતી. સદર ચેકીંગ દરમ્યાન કુલ 34 પોલીસ અને એક્ષ આર્મીના જવાનોએ વીજ કર્મચારીઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતાં.

