Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gandhinagar : કોરોનાનાં નવા ચાર પોઝીટીવ કેસ સહીત ૪૬ કેસ એક્ટિવ

ગાંધીનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો ચેપ પ્રસરી રહ્યો છે ગાંધીનગરમાં અત્યાર સુધી ૪૨ જેટલા પોઝિટીવ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે ત્યારે તેમાં કોર્પોરેશન વિસ્તારના બે તથા જિલ્લાના બે મળી કુલ ચાર પોઝીટીવ દર્દીઓનો ઉમેરો થયો છે આ સાથે સોમવારની સ્થિતિએ ગાંધીનગરમાં કોરોનાના ૪૬ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. દિવસે અને દિવસે કોરોના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં અને ખાસ કરીને સેક્ટર તથા સરગાસણ વિસ્તારમાં કોરોના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે વીઆઇપી ગણાતા સેક્ટર-૮માં વધુ એક પોઝિટિવ દર્દી મળી આવ્યો છે.

સેક્ટર-૮માં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધા કે જેમને અશક્તિ અને તાવ સહિતની તકલીફ હતી.તેણીએ કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે. આ મહિલા દર્દીને હોસ્પિટલ દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તો સેક્ટર-૨૯માં રહેતા ૩૨ વર્ષિય મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે તેણીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા બોરીસાણા ગામ ખાતે રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધ કે જેમને તાવ સહિતની તકલીફ હતી તેમને કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે જ્યારે કલોલમાં રહેતા અને ખાનગી નોકરી કરતા ૫૦ વર્ષિય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે આ બન્ને દર્દીઓને પણ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.વધતાજતા કેસને પગલે સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સુચન કરવામાં આવ્યું છે ત્યારે ભીડવાળી જગ્યામાં માસ્ક પહેરીને જ જવાનો આગ્રહ રાખવા તબીબોએ સલાહ આપી છે.

Advertisement
error: Content is protected !!