Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Accident : બે અલગ અકસ્માતનાં બનાવોમાં બે યુવકનાં મોત

આણંદ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ અકસ્માતના બનાવોમાં બે યુવકોના મોત થયા હતા. બોરસદ તાલુકાના દેદરડા ગામના પેટ્રોલ પંપ નજીક બે બાઈકો વચ્ચે અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું અને ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત બની હતી. અન્ય બનાવમાં વડોદ અડાસ રોડ ઉપર બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે રહેતા સાબીરમિયા બકસુદ્દીન કાજીનો ભાણો તેહસીન ખાન અને તેનો મિત્ર અજરૂદ્દીન ગઈકાલ રાત્રિના સુમારે બાઈક લઈને મિત્રને મળવા બોરસદ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા.

બોરસદ મિત્રને મળ્યા બાદ રાત્રિના સુમારે બંને મિત્રો અન્ય બે મિત્રો સાથે બે અલગ અલગ બાઈકો ઉપર નાપા પરત આવી રહ્યા હતા. ત્યારે દેદરડા ગામના પેટ્રોલ પંપ નજીક સામેથી પુરઝડપે બાઈક ચાલકે તેહસીન ખાનની બાઇકને ટક્કર મારતા તેહસીન ખાન અને પાછળ બેઠેલ અજરરૂદ્દીન રોડ પર પટકાયા હતા. ઇજાગ્રસ્તોને કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેહસીન ખાન પઠાણને મૃત જાહેર કર્યો હતો.

બીજા બનાવમાં અકસ્માત સર્જનાર બાઈક ચાલક તથા તેની પાછળ બેઠેલ સવાર પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક જયેશકુમાર કાંતિભાઈ પરમાર રહે કાવીઠા બોરસદ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય બનાવમાં આંકલાવ તાલુકાના ખડોલ ગામે રહેતો અંકિત કુમાર રાવજીભાઈ સોલંકી ગતરોજ બેડવા ગામે સાસરીમાં જવા બાઈક લઈને નીકળ્યો હતો. તે વડોદ અડાસ રોડ ઉપર આવેલ કેનાલ નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સામેથી પૂરઝડપે બાઈકના ચાલકે પોતાનું વાહન અંકિતભાઈના બાઈક સાથે અથડાવતા અંકિતભાઈ રોડ પર પટકાયા ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાસદ પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!