Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Accident : ટ્રક અને મોપેડ વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત, બે’ને ગંભીર ઈજા

વલસાડનાં ઉમરગામ તાલુકાનાં વંકાસ, ગુંદેરપાડા પાસે મંગળવારે રાત્રે એક અજાણ્યા ટ્રકનાં ચાલકે બાઈક અને એક્ટિવા મોપેડને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજા પામેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બે’ને ગંભીર ઈજા અને ત્રણને સામાન્ય ઈજા પહોંચી હતી. મળતી વિગતો મુજબ, નંદીગામને હાડલપાડા ખાતે રહેતા દીપકભાઈ તે ખરપડીયા પોતાના મિત્ર મનોજ વાડિયાની પત્ની બેબીબેનને બાઈક ઉપર બેસાડી અચ્છાડથી ભીલાડ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા.

તે દરમિયાન રાત્રે ૮:૩૦ વાગ્યાના અરસામાં વંકાસ, ગુંદેરપાડા પાસે સંજાણ-ભીલાડ રોડ ઉપર પાછળથી આવેલા અજાણ્યા ટ્રક (ટેલર)એ દીપકભાઈની મોટરસાઈકલ અને અન્ય એક એક્ટિવા મોપેડને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને બાઈક ઉપર સવારો રોડ ઉપર પટકાયા હતા. ટ્રકનો ચાલક અકસ્માત બાદ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક ૧૦૮ બોલાવી તમામ ઈજાગ્રસ્તોને ભીલાડની સરકારી હોસ્પિટલમાં મોકલ્યા હતા.

જ્યાં દીપકભાઈ સહિત અન્યને નાની મોટી ઈજા પહોંચી હતી. જ્યારે એક્ટિવા ઉપર સવાર શનિ મનોજ નિશાદ, દીપક સિંહ અને બાબુલાલ સૂરજને ગંભીર ઇજાઓ થવાથી તેમને વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન શનિ નિશાદનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે દીપકભાઈ ખરપડિયાએ ઉમરગામ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

Advertisement
error: Content is protected !!