Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi: પત્નીની હત્યાના બનાવમાં પતિને આજીવન કેદની સજા

તાપીમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નીની હત્યાના બનાવમાં પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

તાપી જિલ્લામાં આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો.ડોલવણ તાલુકાના અંતાપુર ગામમાં કોટવાળીયા પરિવારમાં ઘટના બની હતી. વર્ષ 2025ની બીજી એપ્રિલના રોજ આરોપી શૈલેષ બાબુ કોટવાળીયાએ તેની પત્ની અરુણાબેન દેવજીભાઈ કોટવાળીયા સાથે આડા સંબંધની શંકામાં ઝઘડો કર્યો હતો. પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.જેમાં વિવાદ વધતા આરોપી પતિએ તેની પત્નીના માથે પાવડો મારીને હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપી પતિને ઝડપી લીધો હતો. તેની પર વ્યારા સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તો તેની સામે સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સાક્ષી, પુરાવાઓ અને સરકારી વકીલની ધારદાર દલીલોના આધારે ચુકાદો આવતા આરોપી પતિને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!