ભાવનગરના તમાકુ ગુટખાના વેપારીઓને ત્યાં CGSTની ટીમે રેડ પાડી હતી.મળતી માહિતી મુજબ ભાવનગરના તમાકુ અને ગુટખાના વેપારીઓને ત્યાં દરોડા પડ્યા હતા.જેમાં CGSTની ટીમે સર્ચ ઓપરેશનની કામગીરી શરુ કરી હતી. તેમજ સ્ટોક, ખરીદ વેચાણના વ્યવહારોની તપાસ કરવામાં આવી હતી. જેના લીધે વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરના મામાકોઠા રોડ વિસ્તારમાં આવેલા તમાકુ અને ગુટખાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. CGSTની ટીમે તમાકુ અને ગુટખાના વેપારીઓને ત્યાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
તમાકુ અને ગુટખાના હોલસેલ વેપારીને ત્યાં CGST ટીમે દરોડા પાડીને વધુની કાર્યવાહી શરુ કરી હતી. જેમાં ટીમે તમાકુ અને ગુટખાના સ્ટોકની તપાસ કરી હતી. સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.ભાવનગરમાં તમાકુ અને ગુટખાના વેપારીઓને ત્યાં દરોડા પડતા વેપારીઓમાં ભય સર્જાયો હતો. CGST ટીમે હોલસેલ વેપારીઓને ત્યાં દરોડા કરીને તમાકુ અને ગુટખાના સ્ટોકની તપાસ કરી હતી. તેમજ તેની ગુણવત્તા ચકાસી હતી.તેમજ હોલસેલ વેપારીઓના ખરીદ વેચાણના વ્યવહારો સહિતની તપાસ CGST ટીમ દ્વારા કરવામાં આવી હતી. CGST ટીમ સરકારી ગાડીમાં આવીને ટીમે તમાકુ અને ગુટખાના હોલસેલ વેપારીને ત્યાં તપાસ સહિતની કાર્યવાહી કરી હતી.

