ગ્રહોના રાજા સૂર્ય 25 મેના રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે અને તેની સાથે નૌતપા 2025નો આરંભ થઈ જશે. નૌતપા એ વિશેષ કાળ છે, જ્યારે સૂર્યની ગરમી પોતાના ચરમ પર હોય છે અને તે 9 દિવસ સુધી ચાલુ રહે છે.આયુર્વેદ અનુસાર, નૌતપાના સમયે પ્રાકૃતિક રીતે શરીર, પાચન તંત્ર અને વાતાવરણમાં પરિવર્તન લાવનારું હોય છે અને આયુર્વેદમાં આ દરમ્યાન વિશેષ આહારની સલાહ આપવામાં આવી છે.
નૌતપા કાળમાં સૂર્યના આકરા કિરણો શરીરમાં પિત્ત દોષને વધારે છે. એટલા માટે ગરમી, બળતરા, ચામડીના રોગ, એસિડિટી, માથાનો દુખાવો, થાક, ડિહાઈડ્રેશન, આંખોની બળતરા વગેરેની આશંકા બની રહે છે.આયુર્વેદમાં નૌતપા કાળમાં રીંગણ ન ખાવાની સલાહ આપવામાં આવે છે.નૌતપામાં રીંગણ ખાવા સારા માનવામાં આવતા નથી તેના કેટલીય સમસ્યાઓ થઈ શકે છે.
આવો જાણીએ નૌતપામાં રીંગણ ખાવાની કેમ ના પાડે છે : નૌતપાની શરૂઆત 25 મે 2025 રવિવારથી થઈ રહી છે અને તેનું સમાપન 2 જૂન 2025ના દિવસે સોમવારે થશે. જ્યોતિષના સિદ્ધાંત અનુસાર, નૌતપા જેટલું સારી રીતે તપશે એટલે કે વધારે ગરમી પડશે, એટલો જ સારો વરસાદ થશે.
જો નૌતપામાં સારી ગરમી ન પડે તો વરસાદ સારો ન પડવાના અણસાર દેખાય છે. નૌતપાના 9 દિવસમાં સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે છે અને ભયંકર ગરમી પડવાની શરૂ થઈ જાય છે.
જેઠ મહિનામાં સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, તો ગરમીનો કહેર શરૂ થઈ જાય છે. કેમ કે રોહિણી નક્ષત્રના સ્વામી ચંદ્ર દેવ છે. એટલા માટે સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં આવે છે, ત્યારે ચંદ્રમાની શીતળતા ઓછી થવા લાગે છે, એટલા માટે નૌતપાના 9 દિવસ ભીષણ ગરમી પડે છે.
આયુર્વેદ અનુસાર, નૌતપાના 9 દિવસમાં ભૂલથી પણ રીંગણ ન ખાવા જોઈએ, કેમ કે રીંગણની તાસીર ગરમ હોય છે. જો તમે આ ગરમીમાં રીંગણ ખાશો તો શરીરમાં વધારે ગરમી પેદા થશે. જેનાથી પથરી, પેટની સમસ્યા જેવી કેટલીય બીમારીઓ આવી શકે છે.
રીંગણમાં ઓક્સલેટની માત્રા વધારે હોય છે. જેનાથી પેટમાં પથરી બનવાનો ખતરો વધારે થાય છે. સાથે જ 9 દિવસમાં શરીરમાં પાણીની કમી પણ રહે છે, એટલા માટે આ સમયમાં પથરી બનવાના ચાન્સ જ વધી જાય છે. સાથે જ પેટથી સંબંધિત કેટલીય બીમારીઓ થવાની આશંકા પણ વધી જાય છે.
રીંગણ ઉપરાંત નૌતપામાં વધારે તેલ મસાલાવાળા ભોજન ન ખાવા જોઈએ. દહીંથી પાચન શક્તિ ખરાબ થવાની આશંકા બની રહે છે. આયુર્વેદમાં નૌતપાના 9 દિવસમાં દહીં ખાવાની મનાઈ હોય છે. જો તમે આખો ઉનાળો દહીં ખાવાનું ન છોડી શકતા હોવ તો ખાલી આ 9 દિવસ છોડી દેજો.
આ ઉપરાંત તામસિક ભોજન, ઈંડા વગેરે ન ખાવા, વધારો સોડિયમવાળા ફૂડ જેમ કે ચિપ્સ, નમકીન, અથાણાં વગેરે ન ખાવા જોઈએ. આ 9 દિવસ બહારનું ભૂલથી પણ ખાતા નહીં.
આયુર્વેદ અનુસાર, નૌતપામાં મોસમી ફળ ખાવા ખૂબ જ ફાયદાકારક છે. આ 9 દિવસમાં તમે તરબૂચ, શક્કરટેટી, કાકડી, નારિયેળ પાણી, વગેરેનું સેવન વધુમાં વધુ કરવું જોઈએ.સાથે જ સમય સમય પર પાણીનું સેવન પણ કરતા રહો, જે આપણા શરીરમાં પાણીની કમી થવા દેશે નહીં. નૌતપામાં સત્તુ ખાવાનું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સત્તુ ખાવાથી ગરમીની લૂથી બચી શકાય છે.

